07
Mar
Author: સ્વાતિ // Category:
ગુજરાતી,
વાનગીઓ
સામગ્રી :-
ચોખા - ૧ વાટકી
લીલી ડુંગળી - ૨૫૦ ગ્રામ
કાચી કેરી - ૨ નંગ
વટાણા - ૧૦૦ ગ્રામ
ઘી - ૨ -૩ ટેબલ સ્પૂન
કૅપ્સીકમ - ૧ નંગ
જીરુ
મીઠુ - સ્વાદ પ્રમાણે
કોપરાનુ છીણ - ૧ વાટકી
તજ ૨ - ૩ ટુકડા
લવિંગ ૩ થી ૪ નંગ
લીલા મરચા ૪ નંગ
રીત :-
ચોખાને થોડી વાર પલાળી રાખો ત્યાર બાદ તેને ૧/૨ ટી સ્પૂન મીઠું અને ૧ ટી સ્પૂન ઘી નાખીને બાફી લો.
કેરી ની છાલ કાઢીને છીણી નાખો, લીલુ કોપરું પણ છીણી નાખો,
ફણસીને ઝીણી સમારી અને વટાણા સાથે બાફી લો.
લીલી ડુંગળીને બારીક સમારી લો.કૅપ્સીકમને પણ પાતળા અને લાંબા સમારી લો.
હવે એક કડાઈમાં ઘી મૂકીને જીરૂ, તજ, લવિંગ, તમાલપત્રનો વઘાર કરીને લીલા મરચાંનાં પીસ નાખો, લીલી ડુંગળી પાન સહીત નાખો અને કૅપ્સીકમ નાખીને સાંતળો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
બીજી કડાઈમાં ઘી મૂકીને કેરી અને કોપરાનું છીણ સાંતળીને ભાતમાં નાખો
ભાત અને બધાં શાક તથા સામગ્રી મિક્સ કરીને બે મીનીટ માટે ગરમ કરો.
નીચે ઉતારીને પુલાવ સર્વીંગ બાઉલમાં કાઢો, તેને લીલી કોથમીર અને કોપરાનાં છીણથી સજાવો.
ગરમાગરમ સર્વ કરો
06
Mar
Author: સ્વાતિ // Category:
પંજાબી,
વાનગીઓ
સામગ્રી :-
કોબી - ૨૫૦ ગ્રામ
સીંગદાણા - ૧૫૦ ગ્રામ
પનીર - ૧૦૦ ગ્રામ
મેંદો - ૨૫૦ ગ્રામ
ચોખાનો લોટ - ૧ ચમચો
વાટેલા આદુ મરચા - ૨ ચમચી
ગરમ મસાલો - ૧/૨ ચમચી
આમચૂર - ૧ ચમચી
તેલ - તળવા માટે
મીઠું અને ખાંડ - સ્વાદ પ્રમાણે

રીત :-
મેંદો અને ચોખાનો લોટ ચાળી લો.
તેમાં પ્રમાણસર મીઠું અને તેલનું મોણ નાખીને લોટ બાંધો.
કોબી છીણી લો, ખારી સીંગનો ભૂકો કરો અને પનીરને હાથથી છૂટું પાડી લો.
એક વાસણમાં તેલનો વઘાર મુકો, તેમાં આદુ મરચાની પૅસ્ટ નાખીને કોબી સાંતળો. પછી તેમાં ખારી સીંગનો ભૂકો નાખો. સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, આમચુર, ગરમ મસાલો નાખો. હવે તેમાં છૂટુ પાડેલું પનીર નાખીને ઝડપથી હલાવી પૂરણ બનાવો.
લોટમાંથી લુવા પાડી મોટી પુરી વણી તેનાં બે ટૂકડા કરી તેને કોનનાં આકારમાં વાળી લો. તેમાં કોબી પનીરનું મિશ્રણ ભરીને તેને કોનના શૅપમાં બંધ કરી દો.
કડાઈમાં તેલ ગરમ મુકો, તેલ એકદમ ગરમ થાય એટલે બધાં કોનને તળી લો.
ગરમાગરમ કોન કૅચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.