મેંદો ચાળી લો. બટાકા અને વટાણા બાફીને માવો કરો મેંદામાં બન્ને મિક્સ કરીને તેમાં મીઠું, આદુ-મરચા કોથમીર ઉમેરીને લોટ બાંધી લો. હવે તેમાંથી મોટા લુવા કરો.
ગાજરને સાફ કરીને છીણી નાખો, કોબી અને ડુંગળી પણ છીણી લો. આદુ મરચાની પૅસ્ટ બનાવી લો.
એક વાસણમાં ૧ ચમચો તેલ લઈ ગરમ થાય એટલે તેમા ડુંગળીનું છીણ સાંતળો. પછી આદુ-મરચાની પૅસ્ટ નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં ગાજર અને કોબીજનું છીણ ઉમેરીને હલાવો. હવે તેમાં મીઠું, ખાંડ, લીંબુનો રસ, કાજુ, દ્રાક્ષ અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરી પુરણ તૈયાર કરો.
હવે એક પછી એક લુવો લઈને પાટલી પર મોટો રોટલો વણો, તેમાં પુરણ લગાડીને રોટલાનો ધીમે ધીમે રોલ વાળો. રોલને બન્ને બાજુથી બરાબર બંધ કરીને બ્રેડક્રમ્સમાં રગદોળી લો. એક બૅકીંગ ટ્રૅમાં માખણ લગાડીને તૈયાર કરેલો રોલ તેમાં ગોઠવો. તેના ઉપર છીણેલું ચીઝ અને માખણ નાખીને ૩૦ મિનીટ માટે બૅક કરવા મુકો.
રોલ ઠરે પછી તેને સ્લાઈસમાં કાપી લો અને કૅચપ અથવા ચટણી સાથે પીરસો
ગેસ પર એક પહોળુ વાસણ મુકી તેમાં ૧ કપ ઘઉં ના ફાડા નાખી શેકો, થોડા શેકાય જાય પછી ૧ ચમચો ઘી ઉમેરી ફરીથી શેકી લો. (સહેજ ફુલેલા લાગવા માંડે ત્યાં સુધી શેકવા)
સાથે સાથે બીજા વાસણમાં ૫ કપ પાણી ગરમ કરવા મૂકો.
ફાડા શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી અને ખાંડ અથવા ગોળ ઉમેરી બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
સારી રીતે હલાવ્યા બાદ એક વાસણમાં કાઢી લઈ તેને કુકરમાં મૂકીને ૩ થી ૪ સીટી થવા દો.
હવે એક વાસણમાં થોડું ઘી લઈ તેમાં કાજુના ટુકડા અને દ્રાક્ષ સાંતળીને કાઢી લો, કૂકરમાંથી બફાઈ ગયેલા ફાડાને હવે તે જ વાસણમાં સાંતળી લો. જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો…
અને હવે લાપસીને સર્વીંગ બાઊલમાં કાઢીને ઉપરથી સાંતળેલા કાજૂ અને દ્રાક્ષથી સજાવો.
તૈયાર છે આપણી પરંપરાગત અને પૌષ્ટિક “સ્વીટ ડીશ”
બાળકો મોટે ભાગે ફ્લાવરને જોઇને દૂર ભાગતા હોય છે, પણ ખાટો, ખારો સ્વાદ અને ચીઝ તો એમને પ્રિય જ હોય છે.
આ પરાઠા બાળકોના લંચબોક્ષમાં આપવામાં સરળ રહે છે. ચીઝ હોવાને કારણે આ પરાઠા ઠંડા પણ સ્વાદિષ્ટ લાગે છે. લંચબોક્ષમા એને જામ લગાવીને પણ મૂકી શકાય છે.
ઘઉંનો લોટ લઈ તેને મોણ નાખી પરાઠાનાં લોટ પ્રમાણે બાંધી લો. લોટ બાંધતી વખતે તેમાં મીઠું ઓછું નાખવું, કેમકે સ્ટફિંગમાં ચીઝ છે જે ખારું જ હોય છે.
હવે છીણેલ ફ્લાવરમાં ચીઝ, ગાર્લિક પાવડર અને મરી પાવડર નાખીને મિક્સ કરી લો.
નાના પરાઠા વણીને ફ્લાવર અને ચીઝનાં મિશ્રણને વચ્ચે મુકીને ફરી વાળીને બંધ કરી દો (સ્ટફ કરી દો) હળવે હાથે એને વણી લો.
તવી પર ઘી મુકીને પરાઠાને શેકો, અને ગરમ હોય ત્યાં જ તેના પર જરા જરા ચાટ મસાલો છાંટી લો.
એક મોટા બાઉલમાં દહીં નાખીને બધીજ સામગ્રી એક પછી એક કરીને ઉમેરતા જાઓ.
અને બધું જ સારી રીતે મીક્ષ થઈ જાય ત્યારબાદ બાઉલને સિલ્વર ફૉઇલ અથવા પ્લાસ્ટિક રૅપથી ઢાંકીને ઠંડુ થવા રેફ્રિજરેટરમાં મૂકી દો.
આ સલાડ રોટલી, ખાખરા કે પાપડ સાથે ખાઈ શકાય છે.
આમ તો કોઈપણ સલાડ કાકડી વિના અધુરો કહેવાય છે, પણ ઘણા લોકો કાકડી સાથે દહીં લેવું પસંદ કરતાં નથી. છતાં પણ જેને ભાવતું અને ફાવતું હોય તેઓ ટેસ્ટ માટે આ સલાડમાં કાકડી પણ ઉમેરી શકે છે.
ખમણેલું બીટ ઉમેરવાને લીધે આ સલાડ દેખાવે પણ ખૂબ જ સરસ લાગે છે
બનાવવામાં સાવ સરળ અને જરાય સમય ન બગડે એવો આ સલાડ કૅલરી કોન્શિયસ ગૃહિણીઓએ ખરેખર અજમાવવા જેવો છે. વિટૅમિન્સ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર આ સલાડ એકવાર જરૂરથી બનાવજો અને મને જણાવશો પસંદ આવ્યો કે નહિ…
ઘઉંને ૮ કલાક પલાળ્યા પછી જાળી જેવા પાતળાં કપડામાં ૨૪ કલાક બાંધીને રાખી મૂકો, તેમાં અંકુર ફૂટી આવશે.
ચોખા ને ધોઈને થોડું પાણી લઈ પલાળો. કોબી, ટમેટું અને ડુંગળીને બારીક કાપી લો.
કોથમીરને ઝીણી સમારીને બાજુ પર રાખી દો.
એક કડાઈમાં થોડું ઘી અથવા તેલ લઈ તજ, લવિંગ અને એલચીનો વઘાર કરો. મરચાંને ઝીણું સમારીને નાખો.
ચોખામાંથી પાણી કાઢી લઈ તેને વઘારમાં નાખી શેકી લો. શેકાય જાય એટલે તેમાં ઘઉં તથા કોબીજ નાખી ફરી ૨ થી ૩ મિનિટ સુધી શેકો.
હવે તેમાં ૩ વાટકી પાણી ઉમેરો, ત્યારબાદ મીઠું, હળદર તથા ગરમ મસાલો નાખી હલાવી ઢાંકી દો. ઊકળી જાય એટલે ધીમા ગેસ પર રાખી ચડી જાય ત્યાં સુધી રાખો.
આ પુલાવને રાયતા કે ચટણી સાથે પણ પીરસી શકાય છે. પીરસતી વખતે લીલા ધાણા અને દાડમના દાણા નાખીને સજાવી શકાય.