ઈન્સ્ટન્ટ રબડી

Author: સ્વાતિ  //  Category: ગુજરાતી, વાનગીઓ

rabadi.jpg

સામગ્રી :-
૨ કપ દૂધ
૧/૨ કપ ફ્રેશ બ્રેડ (કિનારી કાપીને વચ્ચેના સફેદ ભાગને મસળી લો)
૧/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૨ ચમચા સાકર
૧/૪ ચમચી એલચી પાવડર
૧/૨ ચમચી કોર્નફ્લૉરને ૧ ચમચા દૂધમાં હલાવીને બનાવેલી પૅસ્ટ

૧ - ૨ ટીપા વૅનિલા ઍસેન્સ

રીત  :-
ઊંડા માઈક્રોવેવ બાઊલમાં દૂધ, મસળેલી બ્રેડ, સાકર, કન્ડેન્સ્ડ મીલ્ક અને એલચી પાવડર મિક્સ કરીને તેને માઈક્રોવેવમા પાંચ મિનિટ હાઈ પર રાખો.
વચ્ચે બે બે મિનિટનાં અંતરે તેને થોડું હલાવો.
હવે આ મિશ્રણમાં કોર્નફ્લૉરની પૅસ્ટ નાખીને પાછું બે મિનિટ માટે  માઈક્રોવેવમાં હાઈ પર રાખો અને એક બે વાર હલાવો. વૅનિલા ઍસેન્સ નાં ૧-૨ ટીપા નાખીને હલાવી નાખો. હવે તેને બહાર કાઢીને ઠંડી કરવા મુકો.
૫ થી ૬ દાણા પિસ્તાને પલાળીને તેને પાતળાં સમારીને ઠંડી રબડી પર નાંખીને પીરસો…

Share This Post

ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી…

Author: સ્વાતિ  //  Category: ગુજરાતી, વાનગીઓ

khichadi1.jpg

 સામગ્રી :-
૧ કપ મગની દાળ ફોતરાવાળી
૧ કપ ઘઉંના ફાડા
૧/૨ કપ બટાટા સમારેલા
૧ કપ લીલા વટાણા
૧ કપ ઝીણી સમારેલી ફણસી
૧/૨ કપ  ફણગાવેલા દેશી ચણા
૧/૪ કપ કૅપ્સિકમ ચોરસ ટુકડામાં સમારેલાં
૧ કપ સમારેલા કાંદા
૪ થી ૫ કળી લસણ
૧ ટેબલ સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
૧/૨ ચમચી મરી
૧/૨ ચમચી હળદર
૧ ચમચી મરચું
સ્વાદ અનુસાર મીઠું
વઘાર માટે :- ૧ ટુકડો તજ, ૩ લવિંગ, ૧ ચમચી જીરું, ૧/૪ ચમચી હિંગ, ૩ ચમચા ઘી.

રીત :-
સૌ પ્રથમ મગની દાળ અને ફાડાને ધોઈને અડધી કલાક પલળવા દો. પાણી નિતારીને બાજુ પર મૂકો. હવે પાંચ કપ પાણી ઉકાળીને રાખો. સમારેલી ફણસીને પાણીમાં બાફીને નિતારી લો. ત્રણ ચમચી ઘી કૂકરમાં મૂકી તેમાં તજ, લવિંગ જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં લસણની પૅસ્ટ નાખીને હલાવો, ત્યારબાદ કાંદા ઉમેરો ફરીથી થોડું હલાવી તેમાં દાળ, ફાડા અને સમારેલાં શાક અને મસાલો નાખી પાંચ થી છ મિનિટ સાંતળો. હવે તેમાં ગરમ કરેલું પાણી ઉમેરી, પ્રેશર કૂકર બંધ કરો. ચાર થી પાંચ સીટી વાગવા દો. કૂકર ઠંડું થાય પછી તેને ખોલો અને ખીચડીને ઉપરથી થોડું ઘી નાંખીને હલાવી નાંખો.
સર્વિંગ બાઉલમાં કાઢીને દાડમનાં દાણા, ફીણેલી મલાઈ અને લીલી કોથમીરથી સજાવીને દહીં, લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો

Share This Post

સૉર કોકોનટ પુલાવ

Author: સ્વાતિ  //  Category: ગુજરાતી, વાનગીઓ

સામગ્રી :-

ચોખા - ૧ વાટકી
લીલી ડુંગળી - ૨૫૦ ગ્રામ
કાચી કેરી - ૨ નંગ
વટાણા - ૧૦૦ ગ્રામ
ઘી - ૨ -૩ ટેબલ સ્પૂન
કૅપ્સીકમ - ૧ નંગ
જીરુ
મીઠુ - સ્વાદ પ્રમાણે
કોપરાનુ છીણ - ૧ વાટકી
તજ ૨ - ૩ ટુકડા
લવિંગ ૩ થી ૪ નંગ
લીલા મરચા ૪ નંગ

રીત :-
ચોખાને થોડી વાર પલાળી રાખો ત્યાર બાદ તેને ૧/૨ ટી સ્પૂન મીઠું અને ૧ ટી સ્પૂન ઘી નાખીને બાફી લો.
કેરી ની છાલ કાઢીને છીણી નાખો, લીલુ કોપરું પણ છીણી નાખો,
ફણસીને ઝીણી સમારી અને વટાણા સાથે બાફી લો.
લીલી ડુંગળીને બારીક સમારી લો.કૅપ્સીકમને પણ પાતળા અને લાંબા સમારી લો.
હવે એક કડાઈમાં ઘી મૂકીને જીરૂ, તજ, લવિંગ, તમાલપત્રનો વઘાર કરીને લીલા મરચાંનાં પીસ નાખો, લીલી ડુંગળી પાન સહીત નાખો અને કૅપ્સીકમ નાખીને સાંતળો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
બીજી કડાઈમાં ઘી મૂકીને કેરી અને કોપરાનું છીણ સાંતળીને ભાતમાં નાખો
ભાત અને બધાં શાક તથા સામગ્રી મિક્સ કરીને બે મીનીટ માટે ગરમ કરો.
નીચે ઉતારીને પુલાવ સર્વીંગ બાઉલમાં કાઢો, તેને લીલી કોથમીર અને કોપરાનાં છીણથી સજાવો.
ગરમાગરમ સર્વ કરો

Share This Post

કેબૅજ પનીર કોન

Author: સ્વાતિ  //  Category: પંજાબી, વાનગીઓ

સામગ્રી :-
કોબી - ૨૫૦ ગ્રામ
સીંગદાણા - ૧૫૦ ગ્રામ
પનીર - ૧૦૦ ગ્રામ
મેંદો - ૨૫૦ ગ્રામ
ચોખાનો લોટ - ૧ ચમચો
વાટેલા આદુ મરચા - ૨ ચમચી
ગરમ મસાલો - ૧/૨ ચમચી
આમચૂર - ૧ ચમચી
તેલ  - તળવા માટે
મીઠું અને ખાંડ - સ્વાદ પ્રમાણે

રીત :-
મેંદો અને ચોખાનો લોટ ચાળી લો.
તેમાં પ્રમાણસર મીઠું અને તેલનું મોણ નાખીને લોટ બાંધો.
કોબી છીણી લો, ખારી સીંગનો ભૂકો કરો અને પનીરને હાથથી છૂટું પાડી લો.
એક વાસણમાં તેલનો વઘાર મુકો, તેમાં આદુ મરચાની પૅસ્ટ નાખીને કોબી સાંતળો. પછી તેમાં ખારી સીંગનો ભૂકો નાખો. સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, આમચુર, ગરમ મસાલો નાખો. હવે તેમાં છૂટુ પાડેલું પનીર નાખીને ઝડપથી હલાવી પૂરણ બનાવો.
લોટમાંથી લુવા પાડી મોટી પુરી વણી તેનાં બે ટૂકડા કરી તેને કોનનાં આકારમાં વાળી લો. તેમાં કોબી પનીરનું મિશ્રણ ભરીને તેને કોનના શૅપમાં બંધ કરી દો.
કડાઈમાં તેલ ગરમ મુકો, તેલ એકદમ ગરમ થાય એટલે બધાં કોનને તળી લો.
ગરમાગરમ કોન કૅચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.

Share This Post