રીત (૧)સાબુદાણાને ધોઈ પાણી થી નીતારી ઓછામાં ઓછા બે કલાક પલાળવા (૨)મગની દાળ ને પણ ધોઈ એકાદ કલાક માટે પલાળવી (૩)નોનસ્ટીક કડાઈમાં ધી ગરમ કરવું.તેમાં અડદની દાળ અને ચણાની દાળને મધ્યમ તાપે શેકવી.તે બદામી રંગની થાય એટલે તેમાં રાઈ નાંખવી (૪)રાઈ તતડે એટલે લીલા મરચા,લીમડો અને કાંદા ઉમેરી સાંતળવા.કાંદા ગુલાબી રંગના થાય એટલે પાણી નિતારી મગની દાળ ઉમેરવી (૫)થોડીવાર બાદ તેમાં પલળેલા સાબુદાણા ઉમેરવા અને મીઠું,છીણેલુ નારિયેળ નાંખી મિક્સ કરવુ,૫ થી ૭ મિનિટ ઢાંકણ ઢાંકી સીજાવા દેવું.વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી થોડું થોડું પાણી છાંટતા રેહવું. (૬)છેલ્લે લીંબુ નો રસ ઉમેરવૉ અને ગેસ પરથી ઉતારી કોથમીર નાંખી ગરમ ગરમ સર્વ કરવુ
(૨)ચોખા ધોઈ લેવા।તેમાં સાબુદાણા ઉમેરી છાશથી પલાળવા।૬ થી ૮ કલાક ઢાકણ ઢાકી રાખવુ
(૩)ઈડલી ઉતારતા પેહલા પલળેલા સાબુદાણા - ચોખા થી વાટી લેવા તેમાં સ્વાદાનુસાર મીઠુ અને સોડા ઉમેરી હલાવી લેવુ, જો કાંદા વાપરવા હોય તો કાંદા,કોથમીર,લીલા મરચા ઉમેરવા
(૪)ઈડલી ના વાસણ માં તેલ ચોપડી,ખીરૂ રેડી ઈડલી ઉતારવી। ગરમ ઈડલી કોપરાની ચટણી અને સંભાર સાથે પિરસવી