૨ કપ છીણેલું ગાજર
૨ કપ છીણેલી કોબી
૧ કપ છીણેલું ફ્લાવર
૧/૪ કપ ક્રશ કરેલા વટાણા
૫ - ૬ કળી લસણ
૧ નંગ બારીક સમારેલી લીલી ડુંગળી
બારીક સમારેલા લીલા મરચા
૧ ચમચી ચીલી સૉસ
૧ ચમચો સોયા સૉસ
૧ ચમચો મેંદો
૩ ચમચા કોર્ન ફ્લૉર
૧/૨ ચમચી મરી પાવડર
૧/૨ ચમચી આદુની પૅસ્ટ
૧/૪ ચમચી અજિનોમોટો
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ
રીત :-
છીણેલું ગાજર, છીણેલી કોબી, છીણેલું ફ્લાવર , ક્રશ કરેલા વટાણા બધું જ ભેગુ કરી તેને દબાવી ને પાણી કાઢી નાખો.
હવે તેમાં કોર્ન ફ્લૉર, મેંદો, લીલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચા, મીઠું અને એક ચપટી જેટલો અજિનોમોટો નાખી તેને હલાવીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાથી નાના નાના ગોળા વાળી લો.
એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરીને બધાં ગોળાને ગોલ્ડન બ્રાઊન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
હવે એક અલગ ફ્રાઈંગ પૅનમાં ૨ ચમચા તેલ મુકી બારીક સમારેલું લસણ, લીલી ડુંગળી, આદુની પૅસ્ટ અને લાંબા સમારેલા લીલા મરચા સાંતળી લો.
ત્યારબાદ તેમાં પાણી, ૧/૨ ચમચી કોર્ન ફ્લૉર્ , મીઠું, અજિનોમોટો, મરી, સોયા સૉસ, ચીલી સૉસ ઉમેરો અને ઉકળવા દો. થોડું ઘટ્ટ થવા દો. હવે ઘટ્ટ થયેલી આ ગ્રેવીમાં તળેલા ગોળા ધીમે ધીમે ઉમેરતા જાઓ.
ફ્રાઈંગ પૅનને ઢાંકીને ૩ - ૪ મિનિટ સુધી ચડવા દો.
ગરમ ગરમ પીરસો…

May 6th, 2008 at 12:48 pm
Ek to aapne Gujaratio navi navi vangio khavana shokhin ane ema aavi saras recipies male etle to jalsaj padi jaay ne..
Bahu j saras Vangio ni raslhaan karavi chhe…
keep it up…Swati..very nice…
May 7th, 2008 at 4:16 am
Nice site. I have included your site on ફોર એસ વી - સંમેલન, http://www.forsv.com/samelan/
May 7th, 2008 at 5:03 am
yummyyy… wow… maja aavi gai..lol.. are swatiben… khali rit batavi deva thi kai nahi chale.. banavi ne khavdavavu padshe.. Dhabkar ni July ni meeting ma..
May 7th, 2008 at 7:22 am
રસોઈનાં નવતર બ્લોગ માટે હાર્દિક અને સ્વાદિષ્ટ અભિનંદન… સુંદર રેસીપીઓની સાથે શરૂઆત પણ સરસ કરી છે. આશા છે કે ઘણી મજેદાર અને વિશિષ્ટ વાનગીઓ વિશે જાણવાનું મળતું રહેશે… Keep it up!!
બસ એક વાત કહેવાનું મન થયું…
આ માત્ર મારું અંગત સૂચન છે.
તમારો બ્લોગ તો સરસ બન્યો છે, પરંતુ ઉપરનાં બેનરમાં ફોટો બરાબર સૂટ થતો નથી. તમારી રેસીપી ઘરેલું રસોઈ બનાવવા માટે છે એટલે રેસ્ટોરંટના ટેબલ-ખુરશીનાં ફોટા કરતા અહીં જુદી જુદી મસ્ત મજેદાર વાનગીઓનો અથવા ઘરમાં એ વાનગીઓને રાંધતી કોઈ ગૃહિણીનો ફોટો મૂક્યો હોય તો વધુ યોગ્ય લાગે અને બ્લોગ પર આવતાવેંત જ મોંમા પાણી પણ આવી જાય…
May 7th, 2008 at 7:23 am
Swatiben….You are doing GREAT….KEEP ADDING NEW VANGI ON THE SITE..
May 9th, 2008 at 11:37 pm
bahu saras project chhe, vadhu gujarati vangi o ne receipe dwara website par pirasasho to ghano aanand thashe…
Congrats …All the best… looking forward to more n more Indian / Gujarati receipes
May 10th, 2008 at 8:25 am
bahu sarash kam kari rahaya chho biji vangi aapta rahesho
May 12th, 2008 at 3:19 am
good ..saari koshish che.. guajarat chodine 15 varsh thaya..pan gujarati vaanagiono swad nathi bhulato…gujarati vanagio aapo
May 12th, 2008 at 5:52 am
nice site…..
congrats …..
keep it up…….
November 16th, 2008 at 12:33 am
ઘણા સમય થી સાઇટ પર કોઇ નવિ વાનગી ઊંમેરવામા આવી નથી.સારી ગુજરાતી વાનગી આપવા વિનતિ
January 21st, 2009 at 2:03 pm
આ વેબસાઇટ અદભૂત છે.
સ્વાદિષ્ટ !!!
February 4th, 2009 at 12:04 am
આજે જ આ વેબસાઈટ જોઈ. ખૂબ સરસ..રસોઈ મારો પ્રિય વિષય છે અને આ વાનગી વેજ મંચુરિયન જે અમારા માસી સુરતથી આવતાં ત્યારે ખાસ બનાવતા એમનું અમારી સાથે કાર અકસ્માતમાં મૃત્યુ થયું અમે બચી ગયા પણ એ જતા રહ્યા. જ્યારે આ વાનગીની વાત આવે ત્યારે માસી અચુક યાદ આવે છે.
આવી સુંદર વેબસાઈટ માટે ખૂબ ખૂબ અભિનંદન..
February 9th, 2009 at 7:13 am
tame je વેજ મંચુરિયન banavani recepi batavel 6 te khub saras 6
thanks
February 16th, 2009 at 3:18 am
ઘનિ સારિ સાઇટ છે.
March 10th, 2009 at 2:15 pm
તમારો ખુબ આભાર મારે રસા વાલા ખમ્મ્ન્ન નિ રેસિપિ જોઇએ ચ્હે
March 10th, 2009 at 2:21 pm
એવુ તો કયારેય વિચાર પન નથિ આવ્યો કે ગુજરાતિ મા રેસિપિ મલશે અને આત્ત્લિ સરસ
ખુબ ખુબ આભાર્
April 28th, 2009 at 3:46 am
tamari recepi joine to jib no rang badlai gayo
April 28th, 2009 at 3:48 am
mane panipuri ni recepi apsogi