સામગ્રી :-
૨ કપ દૂધ
૧/૨ કપ ફ્રેશ બ્રેડ (કિનારી કાપીને વચ્ચેના સફેદ ભાગને મસળી લો)
૧/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૨ ચમચા સાકર
૧/૪ ચમચી એલચી પાવડર
૧/૨ ચમચી કોર્નફ્લૉરને ૧ ચમચા દૂધમાં હલાવીને બનાવેલી પૅસ્ટ
૧ - ૨ ટીપા વૅનિલા ઍસેન્સ
રીત :-
ઊંડા માઈક્રોવેવ બાઊલમાં દૂધ, મસળેલી બ્રેડ, સાકર, કન્ડેન્સ્ડ મીલ્ક અને એલચી પાવડર મિક્સ કરીને તેને માઈક્રોવેવમા પાંચ મિનિટ હાઈ પર રાખો.
વચ્ચે બે બે મિનિટનાં અંતરે તેને થોડું હલાવો.
હવે આ મિશ્રણમાં કોર્નફ્લૉરની પૅસ્ટ નાખીને પાછું બે મિનિટ માટે માઈક્રોવેવમાં હાઈ પર રાખો અને એક બે વાર હલાવો. વૅનિલા ઍસેન્સ નાં ૧-૨ ટીપા નાખીને હલાવી નાખો. હવે તેને બહાર કાઢીને ઠંડી કરવા મુકો.
૫ થી ૬ દાણા પિસ્તાને પલાળીને તેને પાતળાં સમારીને ઠંડી રબડી પર નાંખીને પીરસો…
May 7th, 2008 at 5:06 am
humm… try karva jevi chhe.. thnx..
May 7th, 2008 at 5:19 am
hi, grt…yaar..have roj shu banavu??shu banavu??nai thayy….”swad” che ne…ha ha ha keep it up..nice
May 7th, 2008 at 5:22 am
wow keep it up have rojje “shu banavshu??” evo saval nai thaay…”swad” che ne…ha ha ha…good luck
May 7th, 2008 at 9:40 am
મને સહુથી વધારે ભાવતી જમણની વાનગી. અમદાવાદ આવું ત્યારે અઠવાડીયામાં બે વાર વીપુલ દ્દુધીયાની સીતાફળ બાસુદી ખાવાની જ…આજે જ અમારા ઘરની મહીલાઓને આ સાઈટનું સરનામું મોકલી આપું છું !
May 27th, 2008 at 6:03 pm
વાંચીને તો મોં મા પાણી આવી ગયું. હવે આ રબડી ખાવી જ પડશે. થેંક્યુ સ્વાતિ !!!