07
May
Author: સ્વાતિ // Category:
ગુજરાતી,
ચાઈનીઝ,
પંજાબી,
વાનગીઓ,
સૂપ
સામગ્રી :-
૫૦૦ ગ્રામ ટમેટા
૧ ડૂંગળી
૧ લીલું મરચું
૧ નાનુ બટાકુ (જો થોડો કણીદાર કરવો હોય તો)
૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
૧ ચમચો માખણ
મીઠૂં અને ખાંડ સ્વાદ પ્રમાણે
રીત :-
સૌથી પહેલા તો ટમેટાને ધોઈને બે કે ચાર ટૂકડા કરીને પ્રેશર કૂકરમાં બાફી લો. એની સાથે જ ડૂંગળીના પણ ટૂકડા કરી બાફી લો. અને જો સૂપને થોડો કણીદાર કરવો હોય તો બાફવામાં સાથે એક નાનું બટાકુ પણ નાખી દો. આ બધું જ બફાઈ જાય પછી તેને અલગ રાખી લો હવે એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં લીલું મરચું, આદુ મરચાની પૅસ્ટ સાંતળો અને બાફેલા ટમેટાને તેમાં નાખી દો થોડીવાર હલાવી ને પછી ગેસ પરથી ઉતારી તેમાં હેન્ડ મિક્સી ફેરવીને બરાબર ક્રશ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને મીઠું ઉમેરો અને ગેસ પર મુકીને ઉકાળો (હલાવતા રહો). જરુર પ્રમાણે ઘાટો થવા દો . ઉપરથી જરુર પ્રમાણે છીણેલું ચીઝ, ફુદિનો વગેરે નાખીને સર્વ કરો
03
Feb
Author: સ્વાતિ // Category:
ગુજરાતી,
વાનગીઓ
સામગ્રી : -
૨૦૦ ગ્રામ બાફેલા બટાકા
૨૦૦ ગ્રામ બાફેલું રતાળુ
૪ થી ૫ નંગ બ્રેડ
૧ ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ
મીઠું સ્વાદ પ્રમાણે
સ્ટફિંગ માટે :-
૪૦૦ ગ્રામ દહીં
૧/૪ લીલું નાળિયેર ખમણેલું
૧/૪ કપ કોથમીર બારીક સમારેલી
મીઠું અને ખાંડ સ્વાદ પ્રમાણે
ગ્રેવિ માટે :-
૫ થી ૬ ટમેટા
૧/૨ કપ ડુંગળી બારીક સમારેલી
૧ ટેબલસ્પૂન કૉર્ન ફ્લોર
૧/૪ કપ બારીક સમારેલા કોથમીર અને ફુદીનો
૨ ટેબલસ્પૂન ઘી
૩ કપ દૂધ અને પાણી
મીઠું અને હળદર સ્વાદ પ્રમાણે
પેસ્ટ :-
૧/૪ લીલું નાળિયેર ખમણેલું
૧/૨ કપ સમારેલા કોથમીર અને ફુદીનો
૨ ટી સ્પૂન જીરું
૧/૨ કપ કાજુના ટુકડા
૨ થી ૩ નંગ લીલા મરચા
૩ નંગ લાલ મરચા
ઉપર લખેલો બધો મસાલો જરા જરા શેકીને પીસી લઈ પેસ્ટ તૈયાર કરો.
રીત :-
બટાકા અને રતાળુને બાફીને તેની છાલ ઉતારી છીણી લો. તેમાં મીઠું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરો અને બ્રેડને પાણીમાં પલાળીને કાઢી લો દબાવીને પાણી નિતારી લો, હવે તેને બટાકા અને રતાળુના માવા સાથે ભેળવીને બાજુ પર રાખો.
દહીંને કપડામાં બાંધીને તેમાંથી પાણી નિતારી લો. ત્યારબાદ તેમાં સ્ટફિંગનો મસાલો ભેળવી લો.
હવે તૈયાર કરેલા માવાના નાના ગોળા કરીને તેની પૂરી બનાવી તેમાં વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ થોડું મૂકી બંધ કરી તેના ગોળ કે લંબગોળ માર્બલ્સ બનાવી તેલમાં ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી લો અને વધારાનું તેલ ચૂસાઈ જાય તે માટે આ માર્બલ્સને સીધા પેપર નેપ્કિન પર કાઢી લો.
ત્યારપછી ટમેટાને ઊકળતા પાણીમાં નાખીને તેની છાલ કાઢી બારીક સમારી લો.
હવે એક કૂકિંગ પૅનમાં ઘી ગરમ કરી તેમાં ડૂંગળી અને વાટેલી પેસ્ટ સાંતળી લો. તેમાં બારીક સમારેલા ટમેટા નાખી ધીમા તાપે ૪ થી ૫ મિનિટ સુધી હલાવો. ત્યારબાદ દૂધમાં કૉર્ન ફ્લોર મેળવી ધીમે ધીમે તેમાં ઉમેરતા જાઓ. થોડી વાર માટે ઢાંકણ ઢાંકીને ગ્રેવીને ચડવા દો. ઊકળી જાય એટલે ગેસ પરથી ઉતારી લો.
તળીને પેપર નૅપ્કિન પર કાઢેલા માર્બલ્સ એક ઊંડી પ્લેટમાં ગોઠવો અને તેની બાજુમાંથી ગ્રેવિ રેડતા જાઓ જેથી માર્બલ્સ ગ્રેવિની અંદર ઢંકાઈ ના જાય. ઉપરથી દાડમના દાણા અને કોથમીર નાખીને ગરમ ગરમ પીરસો.